h1

શબ્દ (ગઝલ)

29/01/2012

નિરાશ્રિતોનો ઉતારો શબ્દ,
કદી બાળતો તિખારો શબ્દ.

ઊંડા ઉતરતાં પામો પાર,
કદી નથી આ કિનારો શબ્દ.

નિરાશાનાં ઘેરાય વાદળો,
ત્યારે આપે સધિયારો શબ્દ.

દુશ્મનદળ કરે હુમલો,
ત્યાં ઉઠતા લલકારો શબ્દ.

પાનખરે પણ ખુશી ટાણે,
માંહ્યે ઉઠતી બહારો શબ્દ.

‘સાગર’ વધુ ગરમ થતાં,
સાવ બની જાય ખારો શબ્દ.

– ‘સાગર’ રામોલિયા

Leave a comment