Archive for જાન્યુઆરી, 2012

h1

શબ્દ (ગઝલ)

29/01/2012

નિરાશ્રિતોનો ઉતારો શબ્દ,
કદી બાળતો તિખારો શબ્દ.

ઊંડા ઉતરતાં પામો પાર,
કદી નથી આ કિનારો શબ્દ.

નિરાશાનાં ઘેરાય વાદળો,
ત્યારે આપે સધિયારો શબ્દ.

દુશ્મનદળ કરે હુમલો,
ત્યાં ઉઠતા લલકારો શબ્દ.

પાનખરે પણ ખુશી ટાણે,
માંહ્યે ઉઠતી બહારો શબ્દ.

‘સાગર’ વધુ ગરમ થતાં,
સાવ બની જાય ખારો શબ્દ.

– ‘સાગર’ રામોલિયા

h1

Jai Hind.

26/01/2012

Jai Hind.

h1

દેશ તો પ્રજાસત્તાક છે!

26/01/2012

કોઈ કરતાં રહે કામ,
ને કોઈ ભોગવે આરામ;
તોયે જગતમાં નાક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!

ગાંધીજીના આદર્શો રાખે,
ભ્રષ્ટાચારમાં દૂર નાખે,
છતાંયે નેતાની હાક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!

વાંક-ગુના પરના કરે,
બાકી નાણાં ઘરનાં કરે;
છતાં પૈસે પણ રાંક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!

ગુંડાની પાંચશેરી મોટી,
નિર્દોષની છીનવે રોટી;
ઘણાનો બગડે પાક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!

ચૂંટણીના ચાકડા ચડે,
ઘણાય એમાં નીચે પડે;
મન મેલાં ધોળો પોશાક છે,
દેશ તો પ્રજાસત્તાક છે!

– ‘સાગર’ રામોલિયા

h1

પ્રેમવર્ષા

22/01/2012

ચક્ષુમિલનનાં વાદળ છવાયાં,
મનજગતમાં ગાજતાં સુણાયાં.

એકાએક વધી ગયું આકર્ષણ,
ત્વરિત ગતિએ નજીક ખેંચાયાં.

મોર મિલનના લાગ્યા ટહુકવા,
ચાતકકંઠે મીઠાં ગીત ગવાયાં.

વીજળી ચમકી દિલમેદાનમાં,
ઘરમાં સ્નેહના પ્રકાશ ફેલાયા.

થઈ ત્યાં ‘સાગર’ ત્યારે પ્રેમવર્ષા,
જ્યારે વિરહની આગમાં શેકાયાં.

– ‘સાગર’ રામોલિયા

h1

બખડજંતર કરમાં

14/01/2012

હવે તો આડો આંક વળ્યો, બખડજંતર કરમાં,
સાધુ થૈ શૈતાન નીકળ્યો, બખડજંતર કરમાં.

સારી રીતે રહેતા તને આવડ્યું ન જરાયે,
ગંધાતી ગટરમાં ઢળ્યો, બખડજંતર કરમાં.

સામે ચાલીને ‘ભાઈ’ઓના પગ ચાટવા ગયો હતો,
ચીગમ જેવો તને ચગળ્યો, બખડજંતર કરમાં.

ગયો હતો અંધારી ખાડમાં પ્રકાશિત થવા,
ઉજાશમાંયે ન ઝળહળ્યો, બખડજંતર કરમાં.

‘સાગર’ તારાં કામોનો હિસાબ હવે થઈ ગયો,
પળે પળે તું ખૂબ બળ્યો, બખડજંતર કરમાં.

– ‘સાગર’ રામોલિયા
http://www.sagarramolia.blogspot.com

h1

અબજ દાઝે છે

08/01/2012

હોય ખામી તો સમજ દાઝે છે,
કો’ ચડે ઘોડે, સહજ દાઝે છે.

કામવા પૈસો નથી બળ તોયે,
સ્વપ્નમાં તેના અબજ દાઝે છે.

કાગડા જેવા અવાજે ગાતો,
તેમને જોઈ તરજ દાઝે છે.

કામ પોતાનું કરાવી લેતો,
અન્ય મારે જખ, ગરજ દાઝે છે.

હોય ‘સાગર’ અન્યનું લીધેલું,
યાદ રાખે તો મગજ દાઝે છે.

– ‘સાગર’ રામોલિયા