h1

ઉપાડો તો મને! (ગઝલ)

13/11/2011

શક્તિ ગૈ સારી, ઉપાડો તો મને!
બુદ્ધિ ગૈ મારી, ઉપાડો તો મને!

દેહ સૂકો, હાડકાં બે-ચાર છે,
તો જરા ધારી, ઉપાડો તો મને!

ડૂબવાનો છીછરાયે નીરમાં,
લો તમે તારી, ઉપાડો તો મને!

હો’ તમોને જીતવાની ચટપટી,
આ ગયો હું હારી, ઉપાડો તો મને!

તોય ‘સાગર’ ભાર સંસારી ઘણો,
લો થયો ભારી, ઉપાડો તો મને!

– ‘સાગર’ રામોલિયા

One comment

  1. ‘ભાર’જલી રચના. જીવનમાં જેને વેંઢારવાનો હોય છે તે ‘ભાર’ કાવ્યમાં ઉભાર બનીને પ્રગટે છે. (સાગરને તો આમેય ઉભાર એ સ્થાયી ભાવ હોય છે !)

    ધન્યવાદ.



Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: