h1

મારો પરિચય

( This is not my photo but its my proffesion)

લો તમારી સામે આવી ઊભો,

કંઇક તો નવું લાવી ઊભો.

 

મારું નામ છે ‘સાગર’ રામોલિયા. આમ તો શિક્ષક છું અને પાકો કાઠિયાવાડી, એમાંય પાછો જામનગરનો. આજ સુધી મારાં આઠ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેનાં નામ ખોડલગીત(ગીત સંગ્રહ), દયાનંદગાથા(દીર્ઘકાવ્ય), મારી બલા(હઝલ સંગ્રહ), અંતાક્ષરી જોડકણાં, હરખાનો હલવો(બાળવાર્તા સંગ્રહ), સરદારનું ગીત(દીર્ઘકાવ્ય), વિધવા(દીર્ઘકાવ્ય), કાબેલ કાબર(બાળવાર્તા સંગ્રહ) છે… એમાંનુ એક મારી બલા આ બ્લોગ પર મૂકી રહ્યો છું. ગઝલ, હઝલ, બાળવાર્તા, બાળકાવ્યો લખવાનો શોખીન છું. બાકીનુ ધીરે-ધીરે લખતો રહીશ.

8 comments

  1. સરસ પ્રોફાઇલ બનાવી છે..


  2. Sagarbhai,

    Blog par aavavanu amantran tame to kyarnu pathavelu pan thodo der thi sahi pan durast pahonchyo 6u.

    Blog ni sharuaat sari 6e, pan niyamit pane blog ma lakhata rhevu pan etlu j jaruri 6e. puri rachana joi gaya bad feedback aapish. ‘Nilam’ ne yaad aapjo…….


  3. સાગરભાઈ તમારા બ્લોગનો ગુજરાતી બ્લોગ્પીડિયા , બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે ,આપ મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    સાગરભાઈ
    અમારું તમારું આપણા સૌનું ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા માટે આપનું સ્વાગત છે.આપ મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat


  4. ખુબજ અભિનદન ખુબજ સરસ હઝાલના સગહ અને તમારી બધી રચના માટે
    તમારું ગુજરાતી બ્લોગ જગત માં ખુબજ સ્વાગત છે


  5. જય શ્રી કૃષ્ણ સાગર ભાઈ,

    તમારો બ્લોગ નિયમિત રીતે વાંચું છું.. ક્યારેક દીવાનો બની જાઉં છું એવી કલ્પનાઓનું જગત ઉભું થઇ જાય છે તમારી રચનાઓ વાંચીને.

    શિક્ષણ કાર્ય સાથે સાથે ગુજરાતી સાહિત્ય સેવા કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

    સ્વાગત છે દોસ્ત….


  6. બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે……
    સુંદર બ્લોગ માટે અભિનંદન…!!!
    આપનો બ્લોગ અવિરત વિકસતો રહે ને આપ અવનવા મહેમાનો માણતા રહો……!!!


  7. સુંદર બ્લોગ છે. બધી રચનાઓ સરસ્


  8. અશોક દવેના ગામના ને તમે ?! હઝલોના સર્જકને હોંકારો ભણવાનોય લાભ !

    સરસ બ્લોગ ને સમૃદ્ધ ખજાનો.



Leave a comment