h1

પૂછો બાળકને!

13/07/2014

ખીલખીલ કેમ હસાય? પૂછો બાળકને!

નિર્દોષતા કેમ રખાય? પૂછો બાળકને!

 

જોવા મળે જો એક નાનકડી ચોકલેટ,

ઘેલા કેમ બનાય? પૂછો બાળકને!

 

કાલી-ઘેલી ભાષાથી કોઈ ડર વિના,

સૌને કેમ મોહાય? પૂછો બાળકને!

 

ગંદા થવાનો જ્યાં ડર નથી જરાય,

ધૂળમાં કેમ નવાય? પૂછો બાળકને!

 

સાગર એની તો દુનિયા અલગારી ભારે,

એમાં કેમ નચાય? પૂછો બાળકને!

 

– ‘સાગર’ રામોલિયા

2 comments

  1. સોનાની વાતકડીમાંથી નીચે ઢૉળાયેલ કેમ ખવાય ? પૂછો બાળકને !
    વરસાદી પાણીના ખાબોચીયામાં કેમ નવાય? પૂછો બાળકને !



Leave a comment