Archive for ઓક્ટોબર, 2012

h1

ખિસકોલી (મોનોઈમેજ)

28/10/2012

(૧)

ઝાડની ડાળ-ડાળ

જાણે ખિસકોલીના

અવનવા રસ્તા!

(૨)

ખિસકોલીના

પટ્ટાવાળા પારદર્શક

શરીરમાં અટવાયા

શ્રીરામ!

(૩)

 ખિસકોલીથી

સમય

કંટાળતો નહિ હોય!

તે બોલવાનું

બંધ જ

નથી કરતી!

(૪)

શ્રદ્ધા-અંધશ્રદ્ધામાં

અટવાયેલો

 ખિસકોલી જેવો

આપણો જીવ,

નક્કી નથી કરી શકતો

કે

મરેલી ખિસકોલી પાછળ

શેનું દાન કરવું?

સોનાનું કે ચાંદીનું?

કે પછી

આવી કવિતાનું……?

– ‘સાગર’ રામોલિયા

h1

ફૂલોની દુનિયા part 2

14/10/2012
(૩)
જુઓ આજ નાચે છે ફૂલોની દુનિયા,
મસ્ત બની રાચે છે ફૂલોની દુનિયા.
‘સાગર’ આ ફૂલો ટમટમતા તારલા,
દુનિયાને વાંચે છે ફૂલોની દુનિયા.
(૪)
ક્યાંય નહિ ઝૂકે આ ફૂલોની દુનિયા,
સૌંદર્ય નહિ મૂકે આ ફૂલોની દુનિયા.
‘સાગર’ જગમાં એની અનેરી અમીરાત,
ભાવ નહિ ચૂકે આ ફૂલોની દુનિયા.
 

– ‘સાગર’ રામોલિયા

h1

મળો (મુક્તક)

07/10/2012

મળો તો હેતથી મળો,

ન કોઈ સંકેતથી મળો.

મળે ‘સાગર’ અંતર રાખી,

એને સો વેંતથી મળો.

 

– ‘સાગર’ રામોલિયા