h1

ફૂલોની રસમ (ગીત)

06/10/2013

 

ફૂલોની રસમ (ગીત)

(રાગ : બહુત પ્યાર કરતે હૈ… સાજન)

http://www.youtube.com/watch?v=jJGRqlvRuOo

જગમાં ફૂલોની છે અનોખી રસમ, (૨)

હસે ને હસાવે, હસે ને હસાવે,

                દૂર કરે ગમ, જગમાં…

ફૂલોની દુનિયા છે ભારે બહુરંગી, (૨)

એવાં મળી જાય, જાણે સુખ-દુ:ખના સંગી,

વાયુને મહેકાવે, વાયુને મહેકાવે,

                છોડે એ ફોરમ, જગમાં…

ફૂલોની ફૂલવાડીનો અનોખો પરિવાર, (૨)

આનંદમાં લહેરાતાં, દુ:ખ ન લગાર,

મસ્તીમાં રચાવે, મસ્તીમાં રચાવે,

                નાચે છમછમ, જગમાં…

મધમાખી-કીટકોની મજાની બજાર, (૨)

હસી-ખુશી ફેલાવતાં પ્રેમ એ અપાર,

કામણ ફેલાવે, કામણ ફેલાવે,

                ચમકે ચમ-ચમ, જગમાં…

ફૂલોની દુનિયામાં કરો જો નજર, (૨)

તેમાં ડૂબો તો થાય નશાની અસર,

રંગોથી સજાવે, રંગોથી સજાવે,

                દુનિયા હરદમ, જગમાં…

 

–         ‘સાગર’ રામોલિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: