h1

પ્રેમ નથી કોઈનો ગુલામ (ગઝલ)

30/06/2013

(પહેલા એક વિનંતી :- મિત્રો, આ પહેલા મેં ‘અન્નબગાડ મહાપાપ’ લેખ મૂકેલ. તે પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. જો વધુ માહિતી મળે તો એ પુસ્તક્ને થોડું મોટું કરી ફરી પ્રકાશિત કરવાની ઈચ્છા છે. જો તમારા પાસે એ લેખમાં છે એ સિવાયની માહિતી હોય તો તે લેખમાં કોમેન્ટરૂપે મૂકી મને મદદરૂપ થવા વિનંતી. એ તમારો મારા ઉપર ઉપકાર રહેશે.)

 

 

પ્રેમને સૌ ઈશ્વર કહે, પ્રેમ નથી કોઈનો ગુલામ,

સદા નિર્મળ બની વહે, પ્રેમ નથી કોઈનો ગુલામ.

 

પ્રેમની દુનિયામાં હોય ન સ્થાન પીછેહટને,

સૌથી એ આગળ રહે, પ્રેમ નથી કોઈનો ગુલામ.

 

ફૂલોની જેમ ખીલેલા ચહેરાઓની આ દુનિયા,

કણેકણમાંથી શાંતિ ગ્રહે, પ્રેમ નથી કોઈનો ગુલામ.

 

પ્રેમની આ દુનિયામાં સંપીને રહેવાનું સૌ જાણે,

શીદને એ તકરાર સહે? પ્રેમ નથી કોઈનો ગુલામ.

 

‘સાગર’ આ કેવી છે દુનિયા? લૌકિક કે અલૌકિક?

જ્યાં પ્રેમ પ્રેમ પ્રેમ વહે, પ્રેમ નથી કોઈનો ગુલામ.

 

–         ‘સાગર’ રામોલિયા

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: