h1

ગગાને કોણ સમજાવે!

05/12/2010

ગગાને માન્યામાં ન આવે, ગગાને કોણ સમજાવે!
નેતા થવાનાં સપનાં સતાવે, ગગાને કોણ સમજાવે!

હા, જી હા! કરતા ચમચા આગળ-પાછળ ચાલે,
એને જલ્સા કેમ કરાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘુદાટ ભોજન ને માથે ડ્રાયફ્રુટ મુખવાસ,
અપચા પેટે કેમ પચાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘી મોંઘી હોટલો ને લકઝરીયસ એના રૂમ,
શરદીના કોઠે કેમ ફાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘા ચશ્મા, મોંઘી પેન ને ડિઝાઈનર કપડાં,
પાતળું તન કેમ શોભાવે? ગગાને કોણ સમજાવે!

લકઝરીયસ કારના જમેલામાં મસ્ત બની ફરે,
એમાં કેટલું પેટ્રોલ પુરાવે? ગગાને કોણ સમજાવે!

સ્વીસ બેંકમાં ખાતું રાખે, મફત વિદેશી સેર કરે,
આદર્શી ગગો નાણું ક્યાંથી લાવે? ગગાને કોણ સમજાવે!

શેર-સટ્ટો ને કૌભાંડોની રેસમાં આગળ ભાગે,
ભોળો ગગો કેમ ચાંચ ખુપાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘી-મોંઘી મિલ્કતો, ‘સાગર’ મોંઘાં છે રહેઠાણ,
ડરેલો ગગો સપનું ભગાવે, ગગાને કોણ સમજાવે!

– ‘સાગર’ રામોલિયા

Advertisements

One comment

  1. આદરણીય શ્રી સાગરભાઈ,

    સ્વીસ બેંકમાં ખતું રાખે , મફત વિદેશી સેર કરે

    આદર્શી ગગો નાણું ક્યાંથી લાવે ? ગગાને કોણ સમજાવે.

    વાહ સાગરભાઈ વાહ…. આજની સાંપ્રત પરિસ્થિતિ ને હુબહુ એકદમ

    સાચી કાવ્ય સર્જનમાં ઢાળી છે. ધન્યવાદ.



પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: